મોરબી: વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થપાય તેવા ઉમદા હેતુ સાથે જીતો (JITO) સંસ્થા દ્વારા આગામી સમયમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 'વિશ્વ નવકાર દિવસ' અંતર્ગત વિશ્વના 108 દેશો અને ભારતના 100 થી વધુ શહેરોમાં એકસાથે નવકાર મંત્ર ભાષ્ય જાપનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં આ પવિત્ર જાપનું આયોજન તારીખ 09-04-2026, ગુરુવારના રોજ સવારે 8:00 થી 8:35 કલાક દરમિયાન 'દશાશ્રીમાળી વાડી' ખાતે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગચ્છાધિપતિ ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ અને બા.બ્ર. તારલાબાઈ મહાસતીજીની નિશ્રામાં યોજાશે.જીતો મોરબીના ચેરમેન હેમલભાઈ શાહ દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ અવસરે પધારી ધર્મલાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે મિહિરભાઈ દોશી, સાગરભાઈ શેઠ, બોનીભાઈ દફતરી અને નૈમિષ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #WorldNavkarDay #JITO #Jainism #WorldPeace #NavkarMantra #ReligiousEvent #JitoMorbi