Morbi: મોરબી તાલુકાના લાલપર ગામે આવેલી નવદીપ વિદ્યાલયમાં ધોરણ 5માં અભ્યાસ કરતાં પ્રણવ રાજેશભાઈ પરમારે ધોરણ 6માં પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. આ પરીક્ષા પાસ કરીને પ્રણવ પરમારે શાળા પરિવારનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે પ્રણવ પરમારને શુભેચ્છાઓ પાઠવી છે.