મોરબી : મોરબી જિલ્લાના નાગડાવાસ ગામમાં સમસ્ત લાંબરીયા પરિવાર દ્વારા તા. ૩૦ એપ્રિલને રવિવારે ખોડીયાર માતાજીના નવચંડી યજ્ઞ તેમજ નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત તા. ૨૯ એપ્રિલને શનિવારે રાત્રે ૯ કલાકે ભવ્ય રાસ ગરબા યોજાશે. જેમાં રસ્મિતા રબારી તેમજ નિતીનભાઈ ગઢવી જેવાં નામાંકિત કલાકારો રાસની રમઝટ બોલાવશે. નાગડાવાસ ગામ તેમજ આસપાસની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા લાંબરીયા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.