મોરબી : મોરબીના ઘુંટુ ગામે આત્રેસા પરિવાર દ્વારા કુળદેવી મોમાઈ માતાજી અને ધાવડી માતાજીના નવરંગા માંડવાનું અને નવચંડી યજ્ઞનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 28 એપ્રિલ ને શુક્રવારના રોજ ઘુંટુ ગામે આત્રેસા પરિવારે મોમાઈ માતાજી અને ધાવડી માતાજીના નવચંડી યજ્ઞ અને માતાજીના માંડવાનું આયોજન કર્યું હતું. જેમાં 13 દંપતીઓએ યજ્ઞમાં સાતક બેસીને માતાજીનું પૂજન કર્યું હતું. વડીલોના મતે 100 વર્ષની અંદર આત્રેસા પરિવારમાં આ પહેલો નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં પરિવારજનો હાજર રહ્યા હતા.