મોરબી : મોરબીના મોડપર ગામે ચામુંડા માતાજીના મઢે પાંચિયા પરિવાર દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ નવચંડી યજ્ઞ, માતાજીનો માંડવો, કરવિધિ, નામકરણ સહિતના કાર્યક્રમો યોજાશે. યજ્ઞના આચાર્યપદે ચેતનભાઈ દવે બિરાજમાન થશે. પાવનકારી પ્રસંગોમાં આવતીકાલે સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ, ડાકલાની રમઝટ રાત્રે 9:00 કલાકે, થાંભલી રોપણ, સંતોના સામૈયા તથા નવચંડી યજ્ઞ શનિવારે સવારે શુભ ચોઘડિયે, શનિવારે બપોરે તથા સાંજે મહાપ્રસાદ, લોકડાયરો શનિવારે રાત્રે યોજાશે. કરવિધિ, નામકરણ વિધિ, તથા થાંભલીના વધામણા રવિવારે સવારે શુભ ચોઘડિયે યોજાશે. આ મંગલ અવસરે ગામેગામથી સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.