સતત ત્રીજા વર્ષે બોટની સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ મેળવતી એક માત્ર મોરબીની કોલેજ મોરબી : મોરબીની નવયુગ સાયન્સ કોલેજ સતત ત્રીજા વર્ષે બોટની સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ મેળવી હેટ્રિક સર્જી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57માં પદવીદાન સમારોહમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ B.Sc બોટની વિષયનો ગોલ્ડમેડલ તેના નામે કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી B.Sc માં ગોલ્ડ મેડલ મેળવવાનું બહુમાન ધરાવતી મોરબીની એકમાત્ર નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ આ વર્ષે હેટ્રિક સર્જી છે. ગત તા. 20 જાન્યુઆરીના રોજ યોજાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57માં પદવીદાન સમારોહમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની વસિયાણી રીનાએ બોટની વિષયમાં યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સ માં સૌથી વધુ માર્ક મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી સર્વોચ્ચ સિદ્ધી પ્રાપ્ત કરી છે. બોટની વિષયમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનાર વસિયાણી રીનાને કુલાધિપતિ, કુલપતિ અને શિક્ષણમંત્રીની હાજરીમાં ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.આ અનન્ય સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપક ગણે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા છે.