સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટ દ્વારા KG તથા ધોરણ 1 થી 7ના બાળકોને ટીપાં પિવડાવાશે મોરબી : મોરબીમાં શુક્રવારે સુવર્ણ પ્રાશન ટીપાં કેમ્પ 6 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ માટે યોજાશે. સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટ દ્વારા નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના દરેક વિભાગમાં અભ્યાસ કરતા KG તથા ધોરણ 1 થી 7ના બાળકોને આગામી તા.૨૯ને શુક્રવારના રોજ સુવર્ણ પ્રાશન ટીપાં કેમ્પ યોજાશે. આ ટીપાં 6 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોને તથા ગર્ભવતી મહિલાઓને પીવડાવવામાં આવશે. બાળકને પૂર્વ દિશામાં બેસાડી મંત્રોચાર દ્વારા આચમન કરાવવામાં આવશે.આ સુવર્ણ પ્રાશન એટલે સુવર્ણ નવરત્ન, બ્રાહ્મી ,વચા , શંખપુષ્પી જેવી દિવ્ય , મેઘાવર્ધક ઔષધિઓ તેમજ મધનું ઉત્તમ સંયોજન છે.