મોરબી જિલ્લા ટોપ-5માં તમામ વિદ્યાર્થિની નવયુગ કોલેજનીમોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં પ્રથમ 5 સ્થાન મેળવ્યા છે.મોરબી જિલ્લા પ્રથમ બાવરવા પાયલ 92.00%, દ્વિતીય ચૌહાણ વૈશાલી 91.45%, તૃતીય ભાલોડીયા વૃંદા 89.45%, ચતુર્થ માલવત કૌશર 88.55%, પાંચમા સ્થાને પાનેસરા પ્રિયાંશી 88.18% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.