મોરબી: શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી 28 માર્ચના રોજ ભવ્ય ‘નવરંગો માંડવો’ યોજાનાર છે. ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં માતાજીના દર્શન, મહાપ્રસાદ અને ડાકલાની રમઝટ જેવા વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.સંવત 2081 ચૈત્ર સુદ-10, શનિવાર તા. 28-03-2026ના રોજ યોજાનાર આ ઉત્સવમાં વહેલી સવારથી જ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થશે. જેમાં સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સવારે 08:00 કલાકે નવચંડી યજ્ઞ અને સવારે 07:00 કલાકે ધજા ચડાવવાનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે 04:00 કલાકે બિડું હોમવામાં આવશે અને સાંજે 05:00 કલાકે ભુવાના સામૈયા કરવામાં આવશે.મહાપ્રસાદ અને ડાકલાની રમઝટસાંજે 07:00 કલાકે માતાજીની મહાઆરતી યોજાશે અને સાંજે 06:00 કલાકથી માતાજીના મંદિરના પટાંગણમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૯:00 કલાકે ડાક કલાકાર હિતેશભાઈ રાવળદેવ (ગોંડલવાળા) અને ધક્કાવાળી મેલડી માતાજીના ભગત ટીના મહારાજની ઉપસ્થિતિમાં ડાકલાની રમઝટ જામશે. આ સમગ્ર કાર્યક્રમનું ‘આસ્થા સ્ટુડિયો રાજકોટ- કેતનભાઈ સિતપરા’ અને ધક્કાવાળી મેલડી માતાજી યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.સેવકોને પધારવા ભાવભર્યું આમંત્રણઆ મહોત્સવને સફળ બનાવવા માટે ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઈ જાની, મંત્રી ધીરુભાઈ જાડેજા તથા ટ્રસ્ટીઓ કિશોરભાઈ અગ્રાવત, રમેશચંદ્ર સાણંદીયા અને ભાવેશભાઈ મહેતા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ તેમજ મહાપ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MeldimaaMandir #NavrangoMandvo #ReligiousEvent #MorbiNews #DhakkavadiMeldiMaa #Devotional