મોરબી : મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તારીખ 27 મે ને સોમવારના રોજ નવરંગો માંડવો યોજાશે.રમેશભાઈ શામજીભાઈ વડસોલા પરિવાર દ્વારા 27 મેએ ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે થાંભલી રોપણ, ભુવાના સામૈયા, મહાપ્રસાદ, ડાકલાની રમઝટ, થાંભલી વધામણા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ડાક ડમરૂના કાર્યક્રમમાં રાવળદેવ દેવભાઈ મેવાડા અને રાવળદેવ જીજ્ઞેશભાઈ ચૌહાણ ડાકલાની રમઝટ બોલાવશે.