મોરબી: મોરબીના વીસીપરામાં ધાળેશ્વર રોડ ઉપર આવેલા સ્મશાનના મેલડી માતાજીના મંદિરે આવતીકાલે નવરંગો માંડવો યોજાશે. આવતીકાલ તારીખ 20 નવેમ્બર ને રવિવારના રોજ સવારે 9:15 કલાકે સ્મશાનના મેલડી માતાજીના મંદિરે થાંભલી રોપણ કરવામાં આવશે. સવારે 9 કલાકે માંડલુ અને સાંજે 5 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ નવરંગા માંડવામાં ઉપસ્થિત રહેવા સ્મશાનના મેલડી માતાજીના ભુવા જેન્તીભાઈ વિરજીભાઈ દેગામાએ આમંત્રણ પાઠવ્યું છે.