મોરબીઃ આવતીકાલે રવિવારના રોજ મોરબીના દલવાડી સર્કલ પાસેના પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે સોનાગ્રા પરિવાર દ્વારા આવાસની મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. આવતીકાલે તારીખ 11 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9-15 કલાકે નાનું માંડલુ, ત્યારબાદ શુભ ચોઘડીયે થાંભલી રોપણ કરાશે. સાંજે 6-15 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 9-15 કલાકે જાગરણ (ડાકની રમઝટ) યોજાશે. ડાકની રમઝટમાં ગાયક કલાકારો સાગરભાઈ માલણીયાત, પ્રવિણભાઈ રાવલ, હકુભાઈ માલણીયાત, કિશનભાઈ માલણિયાત અને વિશાલભાઈ માલણિયાત રમઝટ બોલાવી માતાજીની આરાધના કરશે. તારીખ 12 ડિસેમ્બરના રોજ શુભ ચોઘડીયે થાંભલી ઉથાપન થશે. આ નવરંગા માંડવામાં માતાજીના ભુવાઓ પણ હાજરી આપશે.