મોચી બજાર ખાતે આવેલા ચામુંડા માતાજીના મઢે પરમાર પરિવાર દ્વારા આયોજનટંકારા : ટંકારાના મોચી બજાર ખાતે આવેલા ચામુંડા માતાજીના મઢે આગામી તારીખ 10 ડિસેમ્બરના રોજ પ રમાર પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવરંગો માંડવો યોજાશે.આફ્રિકાવાળા હિતેષભાઈ જયેશભાઈ પરમાર (લાલુભાઈ) અને ભાવિનભાઈ જયેશભાઈ પરમાર દ્વારા 10 ડિસેમ્બરના રોજ ટંકારા ખાતે ચામુંડા માતાજીનો નવરંગો માંડવો યોજાશે. જેમાં સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સાંજે 4 કલાકે માતાજીનું ફુલેકુ અને 11 ડિસેમ્બરે થાંભલી વધાવવામાં આવશે. 10 ડિસેમ્બરના રોજ બપોરે 12-30 કલાકે સુથાર જ્ઞાતિના વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ નવરંગા માંડવામાં કરના ભુવા કિશકુમાર દિનેશભાઈ પરમાર (ટંકારા) અને રાવળદેવ કરણભાઈ દેવાભાઈ ભટ્ટી (કુવાડવા) ઉપસ્થિત રહેશે. બહાર ગામના મહેમાનો માટે દયાનંદ ચોકમાં સોની જ્ઞાતિની વાડીએ ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને માતાજીના માંડવાના રાત્રિ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે.