14 સપ્ટેમ્બરના રોજ શોભાયાત્રા અને ડાક ડમરુના કાર્યક્રમનું પણ આયોજનમોરબી : મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પર આવેલા રામકૃષ્ણનગર ખાતે આગામી તારીખ 14 સપ્ટેમ્બર ને શનિવારના રોજ મંગાહરીના રામાપીરનો નવરંગો માંડવો યોજાશે. આ નિમિત્તે શોભાયાત્રા-રથયાત્રા, મહાપ્રસાદ અને ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે.14 સપ્ટેમ્બરના રોજ મંગાહરીના રામપીરના નવરંગા માંડવા નિમિત્તે સવારે શુભ મુહૂર્તમાં થાંભલી રોપણ થશે. આ નવરંગા માંડવામાં રામપીરના મહંત રાજારામનાથજી બાપુના સામૈયા થશે. સવારે 8-30 કલાકે શોભાયાત્રા-રથયાત્રા નીકળશે. સાંજે 6 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ પાસેના રામેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 8-30 કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. જેમાં ડાક કલાકાર ભવદિપભાઈ રાવળદેવ (ભાવનગરવાળા) હાજરી આપશે. તો આ નવરંગા માંડવામાં પધારવા પ્રમુખ બાબુભાઈ કરોતરા, ઉપપ્રમુખ રાહુલભાઈ સુરેલા, નવઘણભાઈ કરોતરા, વિજયભાઈ પાટડીયા.