મોરબી : આવતીકાલ તારીખ 28/1/2024ને રવિવારે મોરબીના શનાળા રોડ, ભક્તિનગર સર્કલ, મઢુલી હોટલ પાછળ દિલીપભાઈ રતિલાલ વડગામા પરિવાર દ્વારા મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. આ પ્રસંગે સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. પંચના ભુવા અરજણભાઈ તથા દિલીપભાઈ તેમજ રાવળદેવ દેવભાઈ મેવાડા માતાજીના ગુણગાન ગાઇ માઇભક્તોને પ્રસન્ન કરશે. આ શુભ પ્રસંગે માતાજીના દર્શન તેમજ પ્રસાદ લેવા જાહેર અનુરોધ કરાયો છે.