મોરબી : મોરબીમા મોચી શેરી ખાતે આગામી 2 ફેબ્રુઆરીએ જોગણી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા 2 એ થાંભલી રોપણ, પંચના ભુવાના સામૈયા યોજાશે. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં તા.3એ થાંભલી વધામણાં કરવામા આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દિલીપભાઈ વિનોદભાઈ રાવળદેવએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.