મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તારીખ 10 માર્ચ ને રવિવારે સવારે 8 થી 1 દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે વિવિધ વસ્તુઓનું રાહત ભાવે વેચાણ કરવામાં આવશે.રાહતભાવના વેચાણ કેન્દ્રમાં દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથથી ખાંડેલા પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરીપર જાનકી ઓઈલ મીલનું ઘાણીથી પીલેલ કાળા સફેદ તલનું તેલ, ગાય આધારિત ફીનાઈલ, ગૌમૂત્ર, અર્ક, કાળી માટીના રસોઈના વાસણો, હાથથી બનાવેલા તાવડી, પાટીયા, જાળના કુંડ, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળશે. વધુ માહિતી માટે પ્રમુખ વી. ડી. બાલા- 9427563898 અથવા લવજીભાઈ પ્રજાપતિ મોરબી-9925369465નો સંપર્ક કરવા જણાવ્યું છે.