મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તા.8-1-2025 ને બુધવારે સવારે 8 થી 1 કલાક દરમ્યાન રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી, બાપા સીતારામ ચોક, પોસ્ટ ઓફિ, સામે, સદગુરૂ પાન સેન્ટર, મોરબી ખાતે રાહત દરે વિવિધ વસ્તુઓનું વેચાણ કવરામાં આવશે. જેમાં 26 પ્રકારના ફૂલ ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા એમ દરેક જાતના ફૂલ છોડ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, એલોવેરા, લીમડા, અરીઠા, શિકાકાઈના સાબુ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, દેશી ખાંડ, ગોળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા, કાળા-સફેદ તલની સાની, કચ્ચરીયુ તથા તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ, વગેરે રાહત ભાવે મળશે. આ સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડૂત હાટ ભરે છે. તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખી ગ્રાહકોએ કાપડની થેલી સાથે લઈ આવવા રામભાઈ આહીર (મો.નં 9825109184), લાલુભા ઝાલા (મો. નં. 9825755827) દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.