મોરબી : મોરબીમાં તા. 23-2-2025 ને રવિવારના રોજ રાજા રાજાણી પરિવારના કુળદેવી શ્રી જળમાયુ માતાજીના નવચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞનો સવારે 7:30 કલાકે પ્રારંભ થશે. બપોરના 12 કલાકે ફરાળ પ્રસાદ, તેમજ સાંજે 4 કલાકે બિડુ હોમવામાં આવશે. તેમજ યજ્ઞ પૂર્ણ થયા બાદ સાંજે સમૂહ પ્રસાદ લેવામાં આવશે. ત્યારે સર્વે રાજા રાજાણી પરિવારને આ યજ્ઞનો લાભ લેવા શ્રી જળમાયુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.