મોરબી : મોરબીમાં તા. 21-2-2025ના રોજ એન.એન.એસ.યુનિટ દ્વારા એલ.ઈ.કોલેજ ખાતે નેચર અવેરનેસ સેમિનારનું આયોજન કરવાના આવ્યું હતું. આ સેમિનારમાં પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ ઠક્કર અને હરડે પ્રચારક અને નાડી ચિકિત્સક ઝાલાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમજ વિવિધ વનસ્પતિઓની ઓળખ, ઉપયોગીતા, જમીનની ફળદ્રુપતા વધે અને કલાઈમેન્ટ ચેન્જથી વાતાવરણ કઈ રીતે બચાવી શકાય અને મોરબીને સ્વચ્છ અને રળિયામણુ કઈ રીતે બનાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી ડો. આર.એન. રાઠોડ, ડો. કે.બી.વાઘેલા અને એન.એસ.એસ.કો-ઓર્ડિનેટરે લીધી હતી. આ દરમ્યાન દરેક વિદ્યાર્થી અને સ્ટાફગણને સુવિચાર અને પેન આપીને પ્રકૃતિ જતનનો સંદેશ પ્રસરે એ માટે આદરણીય આચાર્ય આર.કે.મેવાડાએ માર્ગદર્શન આપ્યું હતું. આશરે 120 વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.