મોરબી : આવતીકાલે તારીખ 6 એપ્રિલ ને રવિવારના રોજ હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. રવિવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગળા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલા પાટલા, વેલણ, જેરણી વગેરે મળશે. આ ઉપરાંત ઓર્ગેનિક શાકભાજી પણ મળશે. આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવાયું છે.