તુલસી દિવસ નિમિત્તે વિવિધ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશેમોરબી : આગામી તારીખ 25 ડિસેમ્બર ને તુલસી દિવસ નિમિત્તે મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર અને સાર્થક વિદ્યામંદિર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.25 ડિસેમ્બર ને સોમવારના રોજ તુલસી દિવસ નિમિત્તે મોરબીના એલઈ કોલેજ રોડ પર આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડનું વિતરણ કરાશે. આ ઉપરાંત હરડે પાઉડર, ગીલોય ઘનવંતી, નેચરલ સાબુ, ડાંગની રાગીનો લોટ, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાઉડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલા પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી, ગાયના છાણમાંથી બનેલી વસ્તુઓ, પાપડ, ખાખરા, કાપડ માથી બનેલી થેલી તથા આસણીયનું વેચાણ કરવામાં આવશે. ત્યારે આ વેચાણ કેન્દ્રનો સૌને લાભ લેવા વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવાયું છે.