મોરબી : મોરબીમાં મયુર નેચર કબલ અને હરડે પ્રચાર કેન્દ્રના સહયોગથી નીલકંઠ સ્કૂલ, એવન્યુ પાર્ક પાસે, રવાપર રોડ, મોરબી ખાતે આગામી તા. 13-12-2020 ના રોજ રવિવારે સવારે 9 થી બપોરના 1 વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો, આ ઉપરાંત અસલ ગિર ગાયનાં દૂધની છાશ (રૂ. 20/- લીટર ), બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદી જણાવે છે કે કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા અનુરોધ છે.