મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્રનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. આ આયોજન શનાળા રોડ, સરદાર બાગ પાસે, આદર્શ સોસાયટીના ખૂણે તારીખ 10-11-2019ને રવિવારે સવારે 9થી બપોરના 1વાગ્યાં સુધી કરવામાં આવ્યું છે. જેમાં વેચાણ માટે હરડે પાવડર, દેશી ગોળ, અગરબત્તી, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, હાથલા થોરનું શરબત, સિંધાલુણ નમક, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, દેશી ગાયના દૂધમાંથી બનાવેલો માવો સહિતની ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. આ તકે આયોજકોએ લોકોને લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.