મોરબી : તા.12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમીત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગાંધીનગર દ્વારા મોરબી જીલ્લા સરકારી ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદના જીવન કવન પર પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. આ પુસ્તક પ્રદર્શનનું ઉદધાટન મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલભાઈ એચ. મહેતા, વિમલગીરી જે. ગોસ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રદર્શનનો લાભ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીગણ તેમજ વાંચક રસીકો અને બાળકો દ્વારા લેવામાં આવ્યો હતો અને રસપૂર્વક નિહાળ્યો હતો.