મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં આજ રોજ રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.25 જાન્યુઆરીના રોજ સાર્થક વિદ્યામંદિર ખાતે જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાન દિવસ ઉજવાયો હતો. જેમાં મામલતદાર વાળા તેમજ નાયબ મામલતદાર સાણંદિયા અને બોપલિયા હાજર રહ્યા હતા. જેમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ તકે મતદાન અવસર અને હું ભારત છું વીડિયો દ્વારા વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવાયું હતું. મામલતદાર વાળાએ પોતાના વક્તવ્યમાં લોકશાહીની વ્યાખ્યા અને એક મતનું મહત્વ શું હોય છે તે ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આજનો વિદ્યાર્થીએ આવતીકાલનો નાગરિક તો છે જ પણ વિદ્યાર્થી કાળ દરમિયાન પૂર્ણ મતદાન માટે શું કરી શકે તે જણાવ્યું હતું.