રાષ્ટ્રીય એકતા દોડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ ભાગ લીધો મોરબી : આજ તા. 31-10-2025ના રોજ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીની 'રાષ્ટ્રીય એકતા દિવસ' ઉજવણીના ભાગરૂપે મે.પોલીસ મહાનિદેશક ડૉ.કે.એલ.એન.રાવ તેમજ પોલીસ મહાનિરીક્ષક અશ્વિન ચૌહાણના માર્ગદર્શન મુજબ સબ જેલ મોરબી ખાતે ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીઓએ 'રાષ્ટ્રીય એકતા દોડ' માં ભાગ લઈ 'રાષ્ટ્રીય એકતા દિવસ' ઉજવણી કરી છે.મહત્વનું છે કે, ગુજરાત સરકારના યોગ બોર્ડ સહકારથી તેમજ પોલીસ મહાનિદેશક જેલ ડૉ.કે.એલ.એન. રાવની સુચના અને માર્ગદર્શનથી અહિંસાથી એકતા 2 ઓકટોમ્બરથી 31 ઓકટોમ્બર સુધી જેલમાં રહેતા બંદિવાનો તેમજ જેલ સ્ટાફને ગુજરાત રાજય યોગ બોર્ડના તાલીમ પામેલ સર્ટીફાઈડ યોગ ટ્રેનર્સ દ્વારા યોગ કરાવવા જણાવવામાં આવ્યું હતું. જેથી મોરબી સબ જેલ ખાતે 2 ઓકટોમ્બરથી 31 ઓકટોમ્બર સુધી નિયમિત ગુજરાત સરકાર યોગ બોર્ડ સંચાલિત મોરબી જિલ્લા યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક, ગૌતમભાઈ આર. ચાવડા તેમજ નિધિબેન એસ. ચીખલીયા દ્વારા બંદીવાનો માનસિક તણાવમાંથી બહાર આવે આરોગ્ય સારું રહે તે હેતુસર અહિંસા દિવસથી એકતા દિવસ સુધી યોગના આસનો કરાવવામાં આવે છે. જે બદલ જેલ અધિક્ષક એચ. એ. બાબરીયાએ યોગબોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.