મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ-મોરબી પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર મહર્ષિ દયાનંદ સરસ્વતીની 201મી જયંતી નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત રાષ્ટ્રકથાનું આયોજન મોરબી જિલ્લાના વિવિધ સ્થળે કરવામાં આવ્યું છે.તારીખ 14 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી મોરબી જિલ્લાના વિવિધ સ્થળે આ રાષ્ટ્રકથા યોજાશે. જેમાં વક્તા અંજલીબેન આર્ય (વેદ વિદુષી)- હરિયાણા ઉપસ્થિત રહીને છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત ઉપયોગી વક્તવ્ય આપશે. જેમાં 16 એપ્રિલ ને બુધવારના રોજ રાત્રે 8:30 કલાકે નાની વાવડીના રામજી મંદિર ચોક ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 17 એપ્રિલને ગુરુવારે રાત્રે 8:30 કલાકે મહેન્દ્રનગરની રામવાડી ખાતે કાર્યક્રમ યોજાશે. 18 એપ્રિલ ને શુક્રવારે રાત્રે 8:30 કલાકે જેતપર રામજી મંદિર ચોક ખાતે, 19 એપ્રિલ ને શનિવારે રાત્રે 8:30 કલાકે આમરણની નવી પટેલ સમાજવાડી ડાયમંડ નગર ખાતે કાર્યક્રમ યોજાશે. 20 એપ્રિલ ને રવિવારે રાત્રે 8:30 કલાકે ચરાડવા ગામે ઉગમણા ઝાપે હનુમાનજી મંદિરે કાર્યક્રમ યોજાશે. 21 એપ્રિલના રોજ 8:30 કલાકે ઘુંટુના હરીનગર ચોક ખાતે કાર્યક્રમ યોજાશે. 22 એપ્રિલ ને મંગળવારે 8:30 કલાકે રાત્રે હળવદના સરા ચોકડીએ વૈજનાથ મહાદેવ મંદિરે કાર્યક્રમ યોજાશે. 23 એપ્રિલ ને બુધવારે રાત્રે 8:30 કલાકે મોરબીના પંચાસર રોડ પર રાજનગર ગરબી ચોક ખાતે કાર્યક્રમ યોજાશે અને 24 એપ્રિલ ને ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે મોરબીના રવાપર રોડ પર બાપાસીતારામ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.