વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈને ઉજવણીમાં સામેલ થાય તેવી અપીલમોરબી : મોરબીમાં નેશનલ સ્પોર્ટ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે રમતોત્સવ અને સાયકલ રેલી યોજવાની જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સાથે તેઓએ વધુમાં વધુ લોકોને આ ઉજવણીમાં સામેલ થવા આહવાન કર્યું છે. જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ વિગતો આપતા જણાવ્યું કે તા. 29 ઓગસ્ટ એટલે ભારત દેશનું ગૌરવ વધારનાર એવા હોકીના ખ્યાતનામ પ્લેયર ધ્યાનચંદજીનો જન્મદિવસ. આ દિવસને નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવાય છે. રાજ્ય સરકારે પણ આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે. તા. 30 ઓગસ્ટના રોજ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રમત ઉત્સવ યોજવામાં આવશે. ત્યારબાદ તા.31 ઓગસ્ટના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી હવે આગળની સૂચના આવશે તે પ્રકારે આયોજન કરવામાં આવશે. જેની વિસ્તૃત માહિતી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.