મોરબી : મોરબીની શ્રી ગૌશાળા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનને લગતા વિવિધ વિષયોની પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ ખુબજ ઉત્સાહપૂર્વક વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લઈ વિજ્ઞાનના મહત્ત્વ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.