મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સાર્થક વિદ્યામંદિરમા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં D.E.O કચેરી મોરબી ના A.E.I ધર્મિષ્ઠાબેન કડીવારની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેમજ સાર્થક વિદ્યામંદિર ના વિજ્ઞાન શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાર્થક વિદ્યામંદિરની વિજ્ઞાન લેબ (પ્રયોગ શાળા) માં વિવિધ વિજ્ઞાનના પ્રયોગો તેમજ વિદ્યાર્થી દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ મોડેલો રાખવામાં આવ્યા હતા. વિજ્ઞાન જાગૃતિ માટે અને વિજ્ઞાન આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે તેમજ તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ વિજ્ઞાને આપણા જીવનમાં આશીર્વાદરૂપ સાબિત થાય તે વિશેની સમજ આપવામાં આવી હતી સાથે સાથે મતદાન જાગૃતિ વિશેની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. સાથે મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અંતના સંસ્થાના સંચાલક કિશોરભાઈ શુક્લ દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.