મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારે રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા નાગરિકતા સંશોધન કાયદાને આવકારવા માટે સાંસદ મોહનભાઇ કૂંડારીયાની આગેવાની હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ રેલી મોકૂફ રાખવામાં આવી છે. મોરબીમાં CAAના સમર્થનમાં સાગરભાઈ અદાતિયા સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા આગામી તા.22ને રવિવારના રોજ સવારે 9 કલાકે માર્કેટિંગ યાર્ડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી વિશાળ રાષ્ટ્રહિત લોકજાગૃતિ મહારેલી યોજવામાં આવનાર હતી. આ રેલી સાંસદ મોહનભાઇ કુંડારિયાની આગેવાની તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઉપસ્થિત રહેનાર હતા. અને 700થી વધુ કાર અને 1000થી વધુ બાઇક જોડાવાના હતા. પરંતુ સીએમઓ કાર્યાલયના આદેશ પ્રમાણે સુરક્ષાને ધ્યાને લઈને આ રેલીનો કાર્યક્રમ મોકૂફ રાખી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.