મોરબીઃ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટાભાગે વિદ્યાર્થીઓને ગણિત વિષય કઠિન અને કંટાળાજનક લાગતો હોય છે. ત્યારે આ શાળાના બાળકોને ગણિત પ્રત્યે રસરુચિ વધે અને ગમ્મત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તેવા પ્રયાસ રૂપે લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં ધો.1 થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ ગાણિતિક કોયડાઓ, પ્રોજેક્ટ્સ, મોડેલ્સ અને વૈદિક ગણિતની પ્રવૃતિ રજૂ કરી હતી. શાળાના આચાર્ય દ્વારા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.