મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) કોર્ટમાં લોક અદાલત યોજાશે: પક્ષકારોને લાભ લેવા અનુરોધમોરબી: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. 11/07/2026 ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલત જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે યોજાશે.ક્યાં પ્રકારના કેસોનો થશે નિકાલઆ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ - 1988 અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આર. કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના તેમજ વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાશે.વધુ માહિતી માટે અદાલતનો સંપર્ક કરવા અપીલપક્ષકારોએ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તે જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઈ.ચા. ચેરમેન બી. કે. ચંદારાણા અને ફુલ ટાઈમ સેક્રેટરી ડી. એ. પારેખની યાદીમાં જણાવાયું છે. #Morbi #LokAdalat #MorbiUpdate #MorbiNews #LegalNews #Gujarat #Nalsa