મોરબી: યુનાઇટેડ કિંગડમના રાણી એલિઝાબેથ-2ના નિધન બાદ ભારતમાં આજરોજ 11 સપ્ટેમ્બરે સરકાર દ્વારારાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને મોરબીના ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, તારીખ 8 સપ્ટેમ્બરના રોજ રાણી એલિઝાબેથનું અવસાન થયું છે. જેથી ભારત સરકાર દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આદેશ બાદ મોરબીના ઉમિયા સર્કલ ખાતે આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરવામાં આવ્યો છે.