વાંકાનેર : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેરના કાર્યકરો દ્વારા મેડિકલ કેમ્પમાં સ્વયંસેવક તરીકે કામગીરી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે યોજાયેલ મેડિકલ કેમ્પમાં દશ ડોકટર ટિમ દ્વારા તમામ રોગોનું નિદાન, આયુષમાન કાર્ડ કાઢી આપવા, વેકસીનેશન કેમ્પ, રક્તદાન કેમ્પ, આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વગેરે માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્વયંસેવક તરીકે અશોકભાઈ સતાસિયા, હસુભાઈ મકવાણા, હસુભાઈ પરમાર, ધ્રુવગીરી ગોસાઈ, અલ્પેશભાઈ દેસાણી, જીતુભાઈ વાટકીયા, ઉત્સવભાઈ, અરવિંદભાઈ પટેલ, અમૃતભાઈ દેસાઈ વગેરે શિક્ષકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેરના અધ્યક્ષ તેમજ કારોબારી સદસ્યોએ વાંકાનેર ખાતે યોજાયેલ મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં સેવા અર્થે જોડાઈને સ્વયંસેવક તરીકે કામગીરી કરી હતી. દુલર્ભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ, ધર્મેન્દ્રસિંહજી ઝાલા પ્રમુખ તાલુકા પંચાયત, વાંકાનેર તેમજ આયોજકોએ શિક્ષકોના સેવાકાર્યને બિરદાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..