રાજ્ય અને રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ બે દિવસીય અભ્યાસ વર્ગ જૂનાગઢ ખાતે યોજાયો મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના સૌરાષ્ટ્ર સંભાગના પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક,આચાર્ય સંઘ વગેરે સંવર્ગોની કાર્યકારણી કાર્ય કરતા અગિયાર જિલ્લાના 205 જેટલા કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતાની ભૂમિ જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં આવેલ બ્રહ્મલીન મહામંડલેશ્વર 1008 સંત વિભૂતિ ભારતીબાપુની તપોભૂમિ ભારતી આશ્રમ ખાતે યોજવામાં આવેલ હતો. પ્રથમ સત્રમાં કિશોરભાઈ મુંગલપરા સૌરાષ્ટ્ર કાર્યવાહકે રાષ્ટ્રીય સ્વંયમ સેવક સઘનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ બીજા સત્રમાં મહેશભાઈ જીવાણી સંઘ પ્રચારકે સંઘની કાર્ય પ્રણાલીની સમજ આપી, ત્રીજા સત્રમાં પલ્લવીબેન પટેલ મહિલા અધ્યક્ષે માતૃ શક્તિની સંગઠનમાં ભૂમિકા અંગે સૌને અવગત કર્યા હતા. આર.એમ.ઓ. ડોકટર મહેન્દ્રસિંહ સરવૈયાએ પ્રાકૃતિક જીવન શૈલી અને આયુર્વેદિક ઉપચારો વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી અને રમેશભાઈ ચૌધરી રાજ્ય કોષાધ્યક્ષે આર્થિક વ્યવહારો વિશેના માપદંડો અંગેની આર્થિક સૂચિતા અંગેની વિસ્તૃત સમજ તમામ કાર્યકર્તાઓને આપી હતી. ડો.કનુભાઈ કરકરેએ પ્રચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવને નવી શિક્ષણ નીતિ અંગે હળવી શૈલીમાં અવનવા ઉદાહરણો સાથે સમજ આપી હતી. રાત્રી સત્રમાં મોહનજી પુરોહિત રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારીએ સંગઠનની કાર્ય પદ્ધતિ અંગે સમજ આપી હતી.આ રીતે પ્રથમ દિવસ પૂર્ણ થયો બીજા દિવસે પ્રથમ સત્રમાં મોહનજી પુરોહિતે અધિકારીઓ સાથે પ્રશ્નોની રજુઆત કેવી રીતે કરવી? એ અંગેની સમજ આપી હતી. જીજ્ઞેશભાઈ કલાસ -૨ અધિકારીએ પર્યાવરણ સંરક્ષણ વિષય ઉપર ખુબજ સરસ રીતે સત્ર લીધું હતું. ભીખાભાઈ પટેલ અધ્યક્ષ ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘે સોસિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું મહત્વ અને સોસિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો? એ અંગે વિવિધ ઉદાહરણો દ્વારા સમજ આપી હતી. ફરી પાછા કાર્યકર્તાઓની જવાબદારી મુજબ જુદાં જુદાં ત્રણ જૂથો પાડી જૂથ વાઈઝ જવાબદારી કેવી રીતે વહન કરવી ? એ અંગે સમજ આપી હતી. અધ્યક્ષ કેવો હોવો જોઈએ? હોદેદાર કેવો હોવો જોઈએ એ અંગે ભીખાભાઈ પટેલે ચોટદાર અને સચોટ વાતો ચર્ચા દ્વારા રજૂ કરી હતી. છેલ્લા સત્રમાં કુલદીપસિંહ ગોહિલ બૌદ્ધિક પ્રમુખ દ્વારા પાથેય પૂરું પાડ્યું હતું આમ બે દિવસ સુધી 205 કાર્યકર્તાઓએ આગિયાર સત્રોમાં જીવન ઉપયોગી અનેક વિષયો પર જ્ઞાન અને માર્ગદર્શન મેળવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢની ટીમે સુરેશભાઈ ખુમાણના નેતૃત્વમાં ખુબજ સુંદર વ્યવસ્થા કરી હતી. ઘનશ્યામભાઈ પટેલે સમગ્ર પ્રશિક્ષણ વર્ગના આયોજનના તમામ સહભાગીઓનો આભાર પ્રગટ કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..