માળીયા (મી.) : માળીયા(મી.) માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાયો હતો.જે અંર્તગત તમામ શાળાઓ,આંગણવાડીઓ અને શાળા પર કે આંગણવાડી પર ન જતા હોય એવા બાળકો ને આરોગ્યતંત્ર દ્વારા બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોની સતત દરકાર રાખવામાં આવે છે. શાળાઓમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા શાળાના બાળકોની તંદુરસ્તી જાળવવા પ્રયત્નશીલ રહે છે. બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત તાલુકાની તમામ શાળાઓ,આંગણવાડીઓ અને શાળા પર કે આંગણવાડી પર ન જતા હોય એવા બાળકો ને આરોગ્યતંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવામાં આવે છે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે માળીયા તાલુકાના ગામોમાં તાલુકા પંચાયત સદસ્યો દ્વારા અને સરપંચ આગેવાનો દ્વારા ગામમાં અને આંગણવાડીમાં ઉદઘાટન કરીને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી.આરોગ્ય વિભાગ અને આશા વર્કર અને ગ્રામજનોની હાજરીમાં કૃમિનાશક દિવસ અંતર્ગત સંક્રમણ અટકાવવા કૃમિનાશકનું વિતરણ કરેલ છે.