મોરબી : દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ ડેન્ગ્યુ રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણમાં આજરોજ તારીખ 16 મેના રોજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલીયાની સુચના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમારણના મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ ગાંભવાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતેના ગામોમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત ઉજવણી કરવામા આવી હતી. તેમજ ડેન્ગ્યુ અટકાયતી પગલા અને વિવિધ પ્રકારની આઈ.ઈ.સી હાથ ધરવામા આવી હતી. જેવી કે, પોરાનાશક કામગીરી, પોરા નિદર્શન, ગપ્પી માછલીનું પ્રદર્શન, શિબિર, જુથ ચર્ચા, ગ્રામ્ય કક્ષાએ રેલી કાઢી જનજાગૃતિ લાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.