મોરબી : આજરોજ 26 નવેમ્બરના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ દરમ્યાન બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન કાર્યકરો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું પઠન કરી જય ભીમના નાળા લગાવી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.