નવયુગ વિદ્યાલયની ટીમ પ્રથમ, વિનય ઈન્ટરનેશનલ વિદ્યાલયની ટીમ બીજા અને સાર્થક વિદ્યાલયની ટીમ ત્રીજા નંબરે \મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી 18 ઓગસ્ટના રોજ મોરબીની અભિનવ સ્કૂલમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીની નવયુગ વિદ્યાલયની ટીમ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી, જ્યારે બીજા નંબરે વિનય ઈન્ટરનેશનલ વિદ્યાલયની ટીમ અને તૃતીય નંબરે સાર્થક વિદ્યાલય વિજેતા થઈ હતી. આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં સંઘમાંથી મોરબી નગર કાર્યવાહ ડો જયદીપભાઈ કંઝારિયા તથા લોરિશન સિરામિકવાળા ડો ગિરીશભાઈ બી. લોરિયા અને અભિનવ સ્કૂલના મનોજભાઈ ઓગણજા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કાર પ્રકલ્પના ક્ષેત્રીય સહસંયોજક રવિન્દ્રભાઈ ત્રિવેદી તથા સમૂહગાન સ્પર્ધાના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સહસંયોજક ધ્રુમિલભાઈ આડેસરા, ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, સચિવ હિંમતભાઈ મારવણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી, કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા, સહસંયોજક વિનુભાઈ મકવાણા, સહ મંત્રી મનહરભાઈ કુંડારિયા, વિપુલભાઈ અમૃતિયા, કૌશિકભાઈ અઘારા, વિશાલભાઈ બરાસરા, પંકજભાઈ ફેફર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ છૈયાએ કર્યું હતું. વાંકાનેરના સંગીતજ્ઞ ડો. વિશ્વેશભાઈ પંડ્યા તથા મોરબીના ડો પ્રેયસભાઈ પંડ્યાએ નિર્ણયાકની ઉત્તમ ભૂમિકા ભજવી હતી.,આ કાર્યક્રમમાં ડો. ગિરીશભાઈ લોરીયાનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમ માટે અભિનવ સ્કૂલનો વિશાળ એ.સી. હોલ વિનામૂલ્યે પ્રાપ્ત થયો હતો તેમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવ હિંમતભાઈ મારવણિયાએ જણાવ્યું હતું.