સ્પર્ધામાં ભાગ લેવા 15 જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી : ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ મોરબી સ્તરે તા. 3-8-2025 ને રવિવારના રોજ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. 15-7-2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2025 શાખા, પ્રાંત, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2025 હિન્દી અને સંસ્કૃત એમ 2 વિભાગમાં યોજાશે, બંને વિભાગમાં ગીત પ્રસ્તુત કરવા ફરજિયાત છે. તેમજ વધુ માહિતી માટે સ્પર્ધાના સંયોજક વિશાલભાઈ બરાસરા મો. નં. 96875 21339 અને પરેશભાઈ મિયાત્રા મો. નં 99799 60477નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.