મોરબી : જોધપર ખાતે આજે તા.7-11-2025ના રોજ નેશનલ કેન્સર અવરનેશ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળા જોધપર ખાતે બાળકોનેકેન્સર રોગ શેનાથી થાય છે ? તેને કેવી રીતે રોકી શકાય ? વગેરે અંગે બાળકોને આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના સેજામાં આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપરના cho ખોરજીયા રીઝવાનાબેન, fhw કૌશરબેન, mphw અમીત જેઠવા, શિક્ષક ગણ આંગણવાડી કાર્યકરો તથા આયુષ્ય માન આરોગ્ય મંદિર જોધપરના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.