મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- મોરબી અને કૃષિ ઇજનેરી કોલેજ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના નસીતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા કપાસ અને મરચીના પાકમાં જીવાત નિયંત્રણ માટે જંતુનાશક દવા બિવેરિયાના છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું.હાલ કૃષિ ક્ષેત્રે અવનવી ટેક્નોલોજી આવી રહી છે જેનાથી ખેડૂતોના રૂપિયા અને સમયની બચત થઈ રહી છે. આવી જ એક ટેક્નોલોજી એટલે ડ્રોનથી દવા છાંટવી. આ ડ્રોન નિદર્શન નસીતપર ગામે યોજાયું હતું. જેનો લાભ આજુ બાજુના ગામમાં 50 ખેડૂત મિત્રોએ લીધો હતો. નિદર્શન બાદ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત મિત્રોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેથી આ ડ્રોન ટેકનોલોજીમાં ખેડૂતની જરૂરિયાત મુજબના સુધારા વધારા કરી વ્યહવારું બનાવી શકાય.