ટંકારા : નસીતપર જૂથ સેવા સહકારી મંડળી લી. દ્વારા તા. 13-4-2025 ને રવિવારને સાંજે 5 કલાકે ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ, મુ. નસીતપર તા. ટંકારા ખાતે જેતપુર - જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને ખેડૂત શિબિર તથા નસીતપર જૂથ સેવા સહકારી મંડળી લી. વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં ખેડૂત શિબિરના કૃષિ નિષ્ણાતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જીવાણી સાહેબ, સરડવા સાહેબ, રાજકોટ આસિસ્ટન્ટ ડીરેક્ટર ઓફ એગ્રીકલ્ચર નિલેશભાઈ ડામરીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, રાજકોટ લોકસભા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ટંકારા-પડધરી મત વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાઈસ ચેરમેન રાજકોટ ડી.કો.ઓપ. બેન્ક લી. મગનભાઈ વડાવીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા સહિતના અહેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનનું આયોજન પણ કરાયું છે.