માળીયા : ખેડૂતોના આંદોલનને પગલે તંત્ર દ્વારા માળીયા બ્રાન્ચ કેનાલમા પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા કલેક્ટરઆ પાણીને જોવા પહોંચ્યા હતા.અને લગતા વળગતા અધિકારીઓને પાણી ચોરીઓ અટકાવ અને પાણી ચોરો સામે ફીજદારી રાહે કડક પગલાં લેવાના આદેશો આપ્યા હતા. માળીયા પંથકના ખેડૂતોએ આજથી પાણી પ્રશ્ને આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે તંત્રને રેલો આવતા તાત્કાલિક માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાનો નીર્ણય લેવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા કલેક્ટર માકડીયા ટીકર ગામ નજીક કેનાલમાં આવેલ નવા નીર જોવા પહોંચ્યા હતાં અને પાણીની ચોરી ન થાય તેની તકેદારી રાખવા માટેનું નિરીક્ષણ પણ કર્યું હતું.અને અધિકારીઓને જરૂરી સૂચના આપી પાણી ચોરો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.