સાર્થક વિદ્યામંદિર ખાતે ડિલીવર્સ ડિજિટલ એજ્યુકેશન એટ કાર્યક્રમ યોજાયો મોરબી : મોરબીમાં નર્મદા બાલઘર દ્વારા ડિલીવર્સ ડિજિટલ એજ્યુકેશન એટ કાર્યક્રમ યોજાયો હતો. સાર્થક વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં નર્મદા બાલઘર દ્વારા મોરબીની વિવિધ 25 શાળાઓને થ્રીડી પ્રિન્ટર અર્પણ કરવામાં આવ્યા હતા. આગામી સમયે મોરબીની દરેક શાળાઓને 3D પ્રિન્ટર આપવામાં આવશે. તેમજ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને થ્રીડી પ્રિન્ટર, ડ્રોન, AI, VR જેવી ટેક્નોલોજીનું શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NBGના સપોર્ટર તેમજ એડવાઈઝર એવા કિશોરભાઈ શુક્લ (સાર્થક વિદ્યામંદિર)ની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે IITE ના VC ડોક્ટર હર્ષદભાઇ પટેલ, HGVS યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ બળવંત જાની, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વીસી ડોક્ટર અનામિક શાહ, રાજસ્થાન વિદ્યાપીઠ ઉદયપુરના VC પ્રોફેસર એસ.એસ.સાળંગદેવોત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા બાલઘર મોરબીના સ્થાપક ભરતભાઈ મહેતાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..