સુરક્ષા, સ્વાવલંબન, નેતૃત્વ, કલ્યાણ અને આરોગ્ય જેવા વિષયો પર જાગૃતિ ફેલાવાશે: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની અપીલમોરબી અપડેટ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ તા. 1 થી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ મહિલાઓ અને દીકરીઓને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને શારીરિક રીતે વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ‘નારી વંદન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે. મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ સરકારી વિભાગોના સંયુક્ત સહયોગથી સમગ્ર સપ્તાહ દરમિયાન વિશેષ થીમ આધારિત વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ ઉજવણી અંતર્ગત સમગ્ર સપ્તાહ દરમિયાન દિવસ વાઇઝ વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાશે:• 1 ઓગસ્ટ: મહિલા સુરક્ષા દિવસ• 3 ઓગસ્ટ: બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ• 4 ઓગસ્ટ: મહિલા સ્વાવલંબન દિવસ• 5 ઓગસ્ટ: મહિલા નેતૃત્વ દિવસ• 6 ઓગસ્ટ: મહિલા કર્મયોગી દિવસ• 7 ઓગસ્ટ: મહિલા કલ્યાણ દિવસ• 8 ઓગસ્ટ: મહિલા અને બાળ આરોગ્ય દિવસઆ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય, શિક્ષણ, ICDS, રોજગાર કચેરી, લીડ બેંક અને કાનૂની સેવા સત્તામંડળ સહિત વિવિધ વિભાગોના સંકલનથી સાયબર જાગૃતિ, સ્વરક્ષણ, કાનૂની માર્ગદર્શન, સ્વરોજગાર માર્ગદર્શન અને આરોગ્ય શિબિરો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના નાગરિકો, મહિલાઓ, યુવાનો અને દીકરીઓને ઉત્સાહભેર ભાગ લેવા માટે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #NariVandanSaptah #WomenEmpowerment #MorbiAdmin #MorbiNews #GujaratNews