ત્રણ ઉમેદવારો વચ્ચે યોજાયેલા મતદાન બાદ નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા જાહેર, ઉદ્યોગકારો દ્વારા તેમના પર અભિનંદન વર્ષામોરબી: મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખની વરણી માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશનના સભ્યો દ્વારા કરવામાં આવેલા મતદાન બાદ નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા જાહેર થયા છે. તેઓ નવા પ્રમુખ તરીકે ચૂંટાતા તેમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.મોરબીના વિશ્વકક્ષાના સિરામિક ઉદ્યોગમાં જુદા જુદા વિભાગો માટે ચાર ડિવિઝન કાર્યરત છે. જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશન, ફ્લોર ટાઇલ્સ એસોસિએશન, વિટ્રિફાઇડ એસોસિએશન અને સેનેટરીવેર એસોસિએશનનો સમાવેશ થાય છે. આ પૈકી વોલ ટાઇલ્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખ હરેશભાઈ બોપલિયા છેલ્લા ચાર વર્ષ (બે ટર્મ)થી કાર્યરત છે અને આગામી 31 માર્ચના રોજ તેમની ટર્મ પૂરી થઈ રહી છે, ત્યારે આ નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. સામાન્ય રીતે સિરામિક એસોસિએશનમાં ચૂંટણી કરતા સર્વસંમતિથી પસંદગી કરવાનો આગ્રહ વધુ રાખવામાં આવતો હોય છે. વોલ ટાઇલ્સ ડિવિઝનમાં પણ સિલેક્શન થાય તે માટે એસોસિએશનના આગેવાનો દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જોકે, પ્રમુખ પદ માટે કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરાએ ફોર્મ ભર્યા હતા અને ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધી કોઈએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું ન હતું. આથી, આજે આ ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વોલ ટાઇલ્સ ડિવિઝનના કુલ 161 સભ્યોએ 100% મતદાન કર્યું હતું. જેમાં નરેન્દ્રભાઈ સંઘાતને 79 મતો મળ્યા હતા, જ્યારે કાંતિભાઈ સીતાપરાને 53 અને કેવલભાઈ સંઘાણીને 29 મતો મળ્યા હતા. બહુમતીથી વિજેતા ઘોષિત થયેલા નરેન્દ્રભાઈ સંઘાત લ્યુમેન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ ધરાવે છે અને તેઓ આગામી 2 વર્ષ માટે વોલ ટાઇલ્સ ડિવિઝનનું સુકાન સંભાળશે.વોલ ટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સંઘાતે પોતાના આગામી બે વર્ષના કાર્યકાળની પ્રાથમિકતા અંગે જણાવ્યું કે ઉદ્યોગના રૂટિન પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં રજૂઆત કરી નક્કર પરિણામો લાવવા માટે પ્રયાસો કરશે. સિરામિક એકમોના શ્રમિકો અને ઇન્ડસ્ટ્રીઝની પ્રોસેસ માટે જરૂરી એવું નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરશે.ન સિરામિક પ્રોસેસમાં વપરાતી મોંઘી અને ઇમ્પોર્ટેડ મશીનરી માટે ક્વોલિટી પાવર (ઇલેક્ટ્રિસિટી) મળી રહે તે પ્રાથમિકતા રહેશે. નવા ડેવલપમેન્ટ વિસ્તારોમાં અને ઇન્ડસ્ટ્રીઝ માટે રોડ, રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ ઊભી કરાશે. ટાઇલ્સ એક્સપોર્ટ કરતા ઉદ્યોગકારોને અલગ-અલગ દેશો માટે લેબ ટેસ્ટિંગ અને ક્વોલિટી સર્ટિફિકેટની જરૂર પડે છે, આથી કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મોરબીમાં જ અત્યાધુનિક લેબોરેટરી અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બને તે માટે પ્રયાસ કરશે.#MorbiUpdate #MorbiCeramicAssociation #WallTilesDivision #MorbiNews #CeramicIndustryMorbi #MorbiElection #NarendrabhaiSanghat #