મોરબી: મોરબીના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા ૧૫મો વાર્ષિક પાટોત્સવ યોજાશે જેમાં વિદ્યાથીઓનું સન્માન, મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નારણકા ગામ મુકામે શ્રી બહુચરાજી માતાજીના મંદિરે સમસ્ત મેરજા પરિવાર દ્વારા પરંપરા મુજબ દર વર્ષ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. જ્યારે આ વર્ષ પાટોત્સવ સાથે સેવાનું બીડુ પણ હાથ ધર્યું છે. જેમાં તા.૩-૧૧-૧૯ ને રવિવાર સાંજે ૫ કલાકે ભવ્ય શોભાયાત્રા, રાત્રે ૧૦ કલાકે રાસગરબાનું તથા તા.૪-૧૧-૧૯ને સોમવારે વહેલી સવારે મહાયજ્ઞ, બપોરે ૨ કલાકે બીડું હોમાશે. સાથે ૧૧:૩૦ બપોરે મહાપ્રસાદ અપાશે. શ્રી રજનીશભાઇ કેશવજીભાઇ મેરજા તથા ક્રિષ્નાબેન રજનીશભાઇ મેરજા યજ્ઞના યજમાન તરીકે બેઠસે. યજમાનશ્રી કેશવજીભાઇ જસભતભાઇ મેરજા (માનસરવાળા), મંજુલાબેન કેશવજીભાઇ મેરજા તથા સમસ્ત મેરજા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને રક્તદાન જે મહાદાન છે એ ઉદ્દેશ્યથી આ વર્ષ પણ અમદાવાદ સીવીલ હોસ્પીટલ કેન્સર વિભાગ અને કાન્તીલાલ એ.કાસુન્દ્રાના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્ત કેન્સરના દર્દીઓને ફ્રી આપવામાં આવશે. સાથે સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓને ફ્રી નિદાન અને ફ્રી દવા આપવામાં આવશે. તો તમામ રક્તદાતા તથા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. તેમજ તા.૪-૧૧-૧૯ ના રોજ વિદ્યાથીઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં મેરજા પરિવારના જે વિદ્યાથીઓ ૧૦/૧૨ કે કોલેજનું છેલ્લું વર્ષ કે માસ્ટર ડીગ્રી, માર્ચ-એપ્રિલ ૨૦૧૯નું રિઝલ્ટ કે સર્ટીફિકેટ અને ગયા વર્ષમાં કોઈ સન્માનમાં બાકી રહી ગયેલ હોય તેને તા.૨૫-૧૦-૧૯ પહેલા મો.૯૯૭૯૦૭૦૮૬૬ પર જાણ કરી મોકલી આપવા વિનંતિ કરી છે.